Vandana Rami
તત્કાલીન બંગાળનું
વાસ્તવિક આલેખન આબેહુબ થયુ છે. એ સમયના રીત-રિવાજો, માન્યતાઓ,વહેમો અને અંધશ્રદ્ધાઓ
જીલાયા છે. ખાસ તો તત્કાલીન બંગાળની સ્ત્રીઓની પરિસ્થિતિનો યથાતથ ચિતાર છે. તેમણે ભારતીય
શહેરી જીવનમાં ભૌતિક સુખ અને ભૂખમરાની હદમાં સપડાઈ રહેલા લોકોની લાગણીઓને સમજવાનો પ્રયત્ન
કર્યો છે. રવીન્દ્રનાથ ટાગોરની કલમે મનુષ્યની
ગૂઢ લાગણીઓ શક્ય તેટલી ઊંડાઈથી આલેખાઈ છે.
શઈલાઈદહ, ગલ્પગુચ્છ, અંગુલિનિર્દેશ, ઉલ્લંઘન, હૃદયંગમ, દુરાશા, પિતૃહૃદય, ભ્રમનિરસન, આત્મસમર્પણ, ગુપ્તધન, પ્રત્યાઘાત
VOL.16, ISSUE No.1, March 2024