Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-MALAVIYA MISSION TEACHER TRAINING CENTRE GUJARAT UNIVERSITY

ઉચ્ચ શિક્ષણ અને આર્થિક વિકાસ

Authors:

Manishkumar Gordhanbhai Jadav

Abstract:

ઉચ્ચ શિક્ષણ અને આર્થિક વિકાસ વચ્ચે ખૂબજ ગાઢ સબંધ રહેલો છે. દરેક દેશ ના આર્થિક વિકાસ નો આધાર દેશ ની શૈક્ષણિક વ્યવસ્થા પર રહેલો છે. જેવુ દેશ નું શૈક્ષણિક સ્તર અને શૈક્ષણિક ગુણવતા હશે તેવો તે દેશ નો આર્થિક વિકાસ થશે. ઉચ્ચ શિક્ષણ ને સુદઢ બનવા માટે ની પૂર્વ શરત સમાન પ્રાથમિક શિક્ષણ વ્યવસ્થા ને મજબૂત અને ગુણવતાયુક્ત બનાવી જરૂરી છે. દરેક દેશ ની શિક્ષણ વ્યવસ્થા આર્થિક ઉપરાંત સામાજિક, નૈતિક, સાંસ્કૃતિક વિકાસ પર પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે અસર કરે છે. પ્રસ્તુત સંશોધન લેખ માં ઉચ્ચ શિક્ષણ અને આર્થિક વિકાસ વચ્ચે ના સબંધ માં ચર્ચા કરવા ની છે. જેમાં ફક્ત ઉચ્ચ શિક્ષણ વ્યવસ્થા ની આર્થિક વિકાસ પર કેવી અસર થાય છે. આર્થિક વિકાસ ની ગતિ પર ઉચ્ચ શિક્ષણ ની કેવી ભૂમિકા રહેલી છે. આર્થિક વિકાસ માં ઉચ્ચ શિક્ષણ ની સંશોધનાત્મક અસર કેવી થાય છે. પ્રસ્તુત સંશોધન લેખ શૈક્ષણિક અર્થશાસ્ત્ર ને લાગતો છે. શૈક્ષણિક અર્થશાસ્ત્ર આર્થિક બાબતો નો શૈક્ષણિક સંદર્ભ માં અભ્યાસ કરનારી અર્થશાસ્ત્ર ની એક શાખા છે. પ્રસ્તુત બાબત પર એક સમગ્રલક્ષી ચર્ચા પ્રસ્તુત સંશોધન લેખ માં કરવાની છે.

Keywords:

ઉચ્ચ શિક્ષણ, આર્થિક વિકાસ, શૈક્ષણિક અર્થશાસ્ત્ર

Vol & Issue:

VOL.15, ISSUE No.2, June 2023