સર્વાંગીણ વિકાસ માટે મહિલા સશક્તીકરણ વર્તમાનનો સિંહનાદ છે.
આ મહિલાઓને શિક્ષા, આરોગ્ય તથા વિવિધ નવાચારોની દિશામાં મહિલાઓની ભૂમિકાને
પ્રસ્થાપિત કરવાની માનવીય ક્રાંતિ છે. મહિલા સશક્તીકરણ અભિગમ અને પ્રક્રિયા વિશે
સમુચિત સમજણના અભાવે સમાજમાં ક્યાંક જુદી જ તસ્વીર દેખાઈ રહ્યી છે, સામાજિક સંતુલન
અને સાંસ્કૃતિક વારસો ક્યાંક ક્ષતિ પામી રહ્યો છે. ખરેખર મહિલા તો ખૂબ જ સશક્ત છે
તેમાનાં ઘર, પરિવાર અને સમાજને સાચવવાની અદ્ભુત શક્તિઓ, ક્ષમતાઓ અને કુશળતાઓનું
વાસ છે. પુરુષોની ભૂમિકાની નકલ કરીને મહિલા સશક્તીકરણનો જે દાવો આજે થઇ રહ્યો છે
તે સારહીન છે. જો તેમનામાં રહેલી ક્ષમતાઓ અને વિશિષ્ટતાઓ, તેમનો પરંપરાગત જ્ઞાન
વગેરેને ધ્યાનમાં રાખી જો મહિલા સશક્તીકરણની વ્યૂહરચના થાય તો અપેક્ષાકૃત ઘણા સારા
પરિણામો પ્રાપ્ત થઇ શકે છે.
આ લેખ ગાંધી વિચારસરણી અને ગ્રામીણ
મહિલાઓમાં રહેલી હુન્નર કુશળતાઓને કેન્દ્રમાં રાખી વિશ્લેષણાત્મક સંકલિત ચિત્ર રજૂ
કરે છે.
ગ્રામીણ મહિલા સશક્તીકરણ, હુન્નર, પરંપરાગત જ્ઞાન, ગાંધીવિચારસરણી અને સર્વગ્રાહી વિકાસ
VOL.15, ISSUE No.2, June 2023