Towards Excellence

(ISSN No. 0974-035X)
(An indexed refereed & peer-reviewed journal of higher education)
UGC-HUMAN RESOURCE DEVELOPMENT CENTRE GUJARAT UNIVERSITY

ORGANIC FARMING-A WAY TOWARDS ECO SYSTEM: A STUDY WITH REFERENCE TO KHAMBHA TALUKA જૈવિક ખેતી પર્યાવરણ જાળવણી તરફનું પ્રયાણ: ખાંભા તાલુકાના સંદર્ભમાં અભ્યાસો

Authors:

Rekha A. Kaklotar

Abstract:

ખેતી ક્ષેત્ર ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે. આજે પણ લગભગ 60% જેટલા લોકો ખેતી ક્ષેત્ર સાથે સંકળાયેલા છે. આવા સંજોગોમાં સાતત્યપૂર્ણ અને ટકાઉ ખેત વિકાસ અનિવાર્ય છે. સજીવ ખેતીનું મૂળ ખેતી ક્ષેત્રના ઇતિહાસ સાથે જોડાયેલું છે. જૈવિક ખાદ્ય એ તાજેતરમાં ઝડપથી વિકાસ પામતું ક્ષેત્ર છે. તેનો વાર્ષિક વિકાસ દર ૨૦ ટકા જેટલો જોવા મળ્યો છે. રાસાયણિક ખાતરો અને રાસાયણિક જંતુનાશકો 20મી સદીની શરૂઆતમાં અમેરિકામાં અસ્તિત્વમાં આવ્યા ત્યારે ખેડૂતો તેને અપનાવવા માટે તૈયાર ન હતા. ડીડીટી તથા અન્ય રાસાયણિકો બજારમાં આવ્યા ત્યારે વૈજ્ઞાનિકો, ખેડૂતો તથા કૃષિ નિષ્ણાતો તેના ભવિષ્યના સંભવિત નુકસાન માટે તથા લાંબા ગાળાની અસરો અંગે પ્રશ્નો ઉદ્ભવતા હતા. સજીવ ખેતીમાં ખેડૂતોએ ઉત્પાદન ક્ષેત્રે વધુ પડકારોનો સામનો કરવો કે જેથી ગ્રાહકોની જરૂરિયાત સંતોષી શકે તથા સજીવ ખેતીની જરૂરિયાત પણ સંતોષી શકે.આ સંશોધન અભ્યાસ જૈવિક ખેતીનું પર્યાવરણ જાળવણીમાં શું મહત્વ છે તેના સંદર્ભમાં વિગતો રજૂ કરે છે. આ સંશોધન અભ્યાસ સૌરાષ્ટ્ર વિસ્તારના ખાંભા તાલુકાના સંદર્ભમાં હાથ ધરાયો છે. જેમાં ૫૦ ખેડૂતોના ઇન્ટરવ્યૂ દ્વારા તેમની પાસેથી ખેતપદ્ધતિ, સજીવ ખેતીના લાભ ગેરલાભ, ભવિષ્યમાં કઈ પદ્ધતિ અપનાવવા માંગે છે વગેરે વિશેની માહિતી પ્રાપ્ત કરવામાં આવી છે.

Keywords:

ખેડૂતો, જૈવિક ખેતી, પર્યાવરણ જાળવણી

Vol & Issue:

VOL.15, ISSUE No.1, March 2023