Harish Chouhan, Mukesh Khatik
ભારત
અને નેપાળ બન્ને દેશો સદીઓ થી ભૌગોલિક, સાંસ્કૃતિક, એતિહાસિક, અને આર્થિક સંબંધો ધરાવે છે પરંતુ
નેપાળ દ્વારા યેનકેન પ્રકારે ભારત અને ચીન પાસેથી વધારે થી વધારે ફાયદો લેવાની
નીતિના કારણે વર્તમાનમાં તે (નેપાળ) ચીનની આર્થિક નીતિમાં ફસાઈ ગયું છે. હમેશાથી
ભારતે નેપાળના વિકાસમાં મહત્વનો ફાળો આપ્યો છે પરંતુ વર્તમાનમાં નેપાળે સમજવું
પડશે કે તેનો વિકાસ ભારત સાથે છે ચીન સાથે નહિ કારણકે ચીન વિસ્તારવાદી નીતિ ધરાવતો
દેશ છે. ચીનનો ઈતિહાસ પોતાના પાડોસી દેશોની જમીન કબ્જો કરવાનો રહ્યો છે જ્યારે
ભારત હમેશાથી વસુધેવ-કુટુંબકમની ભાવનામાં માને છે. નેપાળે સમજવું પડશે કે તેણે જે
સ્વત્રંતા ભારત પાસેથી મળી શકે છે તે ચીન પાસેથી ક્યારેય નહિ મળી શકે.
ભૌગોલિક
સંબંધો, સાંસ્કૃતિક સંબંધો, આર્થિક સંબંધો, એતિહાસિક સંબંધો, પાડોસી,
વિવાદ, કાલાપાની , લિમ્પીયાધુરા, લીપુલેખ કૈલાશ માનસરોવર, કાળી નદી, મધેશી,
ભારત, નેપાળ, ચીન
VOL.13, ISSUE No.3, September 2021